આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 250થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. કઠોર સ્પર્ધા વચ્ચે સુરત શહેરની શાળા ક્રમાંક–400ના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ, શિસ્ત અને મહેનતના બળે અસાધારણ દેખાવ કર્યો. પ્રિન્સ મહતોએ ગોલ્ડ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું, જ્યારે લક્કી ભાર્ગવ અને સુપ્રિય યાદવે સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો.
વિદ્યાર્થીઓની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી મુરલીધર નરસૈયા લગીશેટ્ટી સાહેબે ત્રણેય ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકારી શાળાના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ મેડલ જીતે તે સમગ્ર શિક્ષણતંત્ર માટે ગૌરવની બાબત છે. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને આગામી સમયમાં નેશનલ લેવલ પર પણ ગુજરાત રાજ્ય અને શાળાનું નામ રોશન કરવાની શુભેચ્છા પાઠવી હતી.
